પ્રાઇવસી પોલિસી
છેલ્લે અપડેટ: 13 ઓક્ટોબર 2026. Gainly વેબસાઇટ (https://gainly.in/) અને મોબાઇલ એપ કયો ડેટા લે છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ આ પોલિસીમાં લખ્યું છે.
આ પેજ અંગ્રેજીમાંથી અનુવાદિત છે. અનુવાદ અને અંગ્રેજી આવૃત્તિ વચ્ચે કોઈ તફાવત હોય, તો અંગ્રેજી આવૃત્તિ જ માન્ય ગણાશે.
તમે લખો છો એ આંકડા
કેલ્ક્યુલેટરમાં તમે જે આંકડા લખો છો, એ ફક્ત પરિણામ ગણવા માટે અમારા સર્વર પર જાય છે. અમે એ આંકડા તમારી ઓળખ સાથે સેવ નથી કરતા. તમારું નામ, ફોન નંબર, PAN કે બેંકની વિગતો પણ નથી માગતા.
જાહેરાત
વેબસાઇટ પર Google AdSense અને એપમાં Google AdMob દ્વારા જાહેરાતો આવે છે. જાહેરાત બતાવવા અને એ કેટલી ચાલી એ માપવા, Google અને એના પાર્ટનર કૂકીઝ, ડિવાઇસનું advertising ID અને IP એડ્રેસ વાપરી શકે છે. તમે મંજૂરી આપી હોય ત્યાં પર્સનલાઇઝ્ડ (personalised) જાહેરાતો પણ આવી શકે.
- Google જાહેરાત માટેની કૂકીઝ વાપરે છે, એટલે Google અને એના પાર્ટનર તમે આ સાઇટ અને બીજી સાઇટ્સની જે મુલાકાત લીધી હોય એના આધારે જાહેરાતો બતાવી શકે છે.
- પર્સનલાઇઝ્ડ જાહેરાતો બંધ (opt out) કરવી હોય તો Google Ads Settings પર જઈને કરી શકો. Google એની સેવાઓ વાપરતી સાઇટ્સની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે, એ વિશે ત્યાં વધુ વાંચી શકો.
- Android પર ડિવાઇસના સેટિંગ્સમાં જઈને advertising ID રીસેટ કે ડિલીટ કરી શકો. iPhone પર એપ ટ્રેકિંગ પહેલાં તમારી પરવાનગી માગે છે, અને Settings › Privacy › Trackingમાં જઈને એ બદલી શકો.
- જ્યાં કાયદા પ્રમાણે જરૂરી હોય એવા વિસ્તારો (જેમ કે EEA અને UK)ના મુલાકાતીઓ પાસેથી Googleના સર્ટિફાઇડ કન્સેન્ટ મેસેજ (certified consent message) દ્વારા મંજૂરી માગવામાં આવે છે.
એનાલિટિક્સ
કયા કેલ્ક્યુલેટર વધુ વપરાય છે એ સમજવા અમે Google Analytics કે Firebase Analytics વાપરી શકીએ છીએ. એમાં ભેગો (aggregated) ડેટા વપરાય છે, જેમ કે કયાં પેજ જોવાયાં, કયા પ્રકારનું ડિવાઇસ હતું અને આશરે કયું લોકેશન હતું.
લોગ્સ
સિક્યોરિટી અને કોઈ ખામી શોધવા માટે અમારા સર્વર સામાન્ય એક્સેસ લોગ્સ (IP એડ્રેસ, બ્રાઉઝર, કયું પેજ માગ્યું, સમય) 30 દિવસ સુધી રાખે છે.
બાળકો
આ સેવા પુખ્ત વયના લોકો માટે છે, 13 વર્ષથી નાનાં બાળકો માટે નથી. અમે જાણીજોઈને બાળકોનો ડેટા લેતા નથી.
તમારા અધિકાર
ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 (Digital Personal Data Protection Act, 2023) અને બીજા લાગુ કાયદા પ્રમાણે, અમારી પાસે તમારો જે પર્સનલ ડેટા હોય એના વિશે તમે પૂછી શકો, અને એ સુધારવા કે ડિલીટ કરવા કહી શકો. આ માટે hello@gainly.in પર લખો.
ફેરફાર
આ પોલિસીમાં કંઈ પણ બદલાશે તો એ આ જ પેજ પર મૂકીશું અને ઉપરની તારીખ બદલીશું.